ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે અંજુમન સાર્વજનિક દવાખાના તથા આઁફિયત બ્લડ ડોનેશન ભરૂચ તરફથી રેડક્રોસ બ્લડ બેન્ક ભરૂચના સહયોગથી રક્તદાન શિબિર કેમ્પનું આયોજન આજરોજ ૨૧/માર્ચ/૨૦૨૨ ના રોજ અંજુમન સાર્વજનિક દવાખાનામાં કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ટંકારીઆ ગામના નવયુવાનો ઉપરાંત, પારખેત, કહાન,સીતપોણ, નબીપુર, ભરૂચ, પગુથણ, કંબોલી વિગેરે ગામોના નવયુવાનોએ બ્લડ ડોનેશન કર્યું હતું. કુલ ૮૦ વ્યક્તિઓએ રક્તદાન કર્યું હતું.
આ પ્રસંગે અંજુમન દવાખાના ના સ્ટાફ ઉપરાંત સામાજિક કાર્યકર અબ્દુલ્લાહ કામઠી, સરપંચ ઝાકીર ઉમતા, ઉસ્માન લાલન, મુસ્તુફા ખોડા, મૌલાના લુકમાન ભુતા, તાલુકા પંચાયત સદસ્ય અબ્દુલ્લાહ ટેલર તથા ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા. હતા.