In Tankaria village of Bharuch taluka, a service organization serving in the medical field for 25 years, Anjuman Sarvajanik Dawakhanu Tankaria, in collaboration with Unity Blood Bank Bharuch, organized a blood donation camp on Sunday, December 01, 2024, at Navnirman Hospital Parkhet Road of Anjuman hospital. In this camp, apart from the youth of Tankaria village, the youth of Kamboli, Parkhet, Sitpon etc. villages donated blood. A total of 49 people donated blood and made humanity happy. On this occasion, Anjuman Committee members, former Sarpanch Zakir Hussain Umta, Taluka Panchayat members Abdullah Bhai Taylor, Mushtaq Bhai Dola, Nasir Hussain Lotia, Zubair Bhai Mamuji, journalists Riyaz Bhai Patel, Aqib Bhai Patel and other villagers were present.
ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામે ૨૫ વર્ષથી મેડિકલ ક્ષેત્રે સેવા આપતી સેવાકીય સંસ્થા અંજુમન સાર્વજનિક દવાખાનું ટંકારીઆ તરફથી યુનિટી બ્લ્ડ બેન્ક ભરૂચના સહયોગથી તારીખ ૦૧/ડિસેમ્બર/૨૦૨૪ રવિવાર ના રોજ રક્તદાન શિબિર કેમ્પનું આયોજન અંજુમન દવાખાનાના નવનિર્માણ હોસ્પિટલ પારખેત રોડ પર કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ટંકારીઆ ગામના નવયુવાનો ઉપરાંત કંબોલી, પારખેત, સિતપોણ વગેરે ગામોના નવયુવાનો એ બ્લડ ડોનેશન કર્યું હતું. કુલ ૪૯ વ્યક્તિ ઓએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. આ પ્રસંગે અંજુમન કમિટી સભ્યો, માજી સરપંચ ઝાકીર હુસૈન ઉમટા, તાલુકા પંચાયત સદસ્ય અબ્દુલ્લાહ ભાઈ ટેલર, મુશ્તાક ભાઈ દોલા, નાસિર હુસૈન લોટિયા , ઝુબેર ભાઈ મામુજી, પત્રકાર રિયાઝ ભાઈ પટેલ, આકિબ ભાઈ પટેલ તથા અન્ય ગ્રામજનો હાજર રહ્યા હતાં.